________________ 798 “મોક્ષમાર્ગપ્રકાશ” શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે. મુંબઈ, શ્રાવણ વદ 10, રવિ, 1953 “મોક્ષમાર્ગપ્રકાશ” શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશો. શ્રોતાને કોઇ એક સ્થાનકે વિશેષ સંશય થાય તો તેનું સમાધાન કરવું યોગ્ય છે. કોઇ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય તો કોઇ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં; તેમ જ કોઇ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમનો હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણનો લાભ વૃથા જેવો થશે, એવી દ્રષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી થાય.