________________ 795 તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ્ લલ્લુજી મુંબઈ, શ્રાવણ વદ 8, શુક્ર, 1953 શુભેચ્છા સંપન્ન શ્રી મનસુખ પુરુષોત્તમ આદિ, શ્રી ખેડા. કાગળ મળ્યો છે. તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ્ લલ્લુજી આદિને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના પ્રશ્નો મળ્યાં હતાં. તેમને વિનયસહિત વિદિત કરશો કે “મોક્ષમાર્ગપ્રકાશ” વાંચવાથી કેટલુંક સમાધાન તે પ્રશ્નોનું થશે અને વિશેષ સ્પષ્ટતા સમાગમઅવસરે થવા યોગ્ય છે. પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સન્શાસ્ત્રનો યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. એ જ વિનંતિ. ૐ