________________ 794 આર્ય સોભાગનો સમાગમ વિશેષ વખત મુંબઈ, શ્રાવણ વદ 1, શુક્ર, 1953 પ્રથમ એક કાગળ મળ્યો હતો. બીજો કાગળ હમણાં મળ્યો છે. આર્ય સોભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત તો ઘણો ઉપકાર થાત. પણ ભાવી પ્રબળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. નિયમિતપણે નિત્ય સદગ્રંથનું વાંચન તથા મનન રાખવું યોગ્ય છે. પુસ્તક વગેરે કંઇ જોઇતું હોય તો અત્રે મનસુખને લખવું. તે તમને મોકલશે. ૐ