________________ 792 બે પત્ર મળ્યાં છે. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ મુંબઇ, શ્રાવણ સુદ 15, ગુરુ, 1953 બે પત્ર મળ્યાં છે. “મોક્ષમાર્ગપ્રકાશ" નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાવ્યો છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લુજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને, મનન કરીને પછી કેટલાક પ્રસંગો બીજા મુનિઓને શ્રવણ કરાવવા યોગ્ય છે. શ્રી દેવકીર્ણમુનિએ બે પ્રશ્નો લખ્યાં છે તેનો ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું. “મોક્ષમાર્ગપ્રકાશ" અવલોકન કરતાં કોઈ વિચારમાં મતાંતર જેવું લાગે તો નહીં મૂંઝાતાં તે સ્થળે વધારે મનન કરવું. અથવા સત્સમાગમને યોગે તે સ્થળ સમજવું યોગ્ય છે. પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની તો વાત દૂર રહી. પણ તેના સ્વરૂપનો વિચાર થવો પણ વિકટ છે.