________________ 790 પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં મુંબઇ, શ્રાવણ સુદ 3, રવિ, 1953 પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્યા કરે છે તે સત્પરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે. પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ધકાળને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. યથાર્થ ઉપકારી પુરુષપ્રત્યક્ષમાં એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. સર્વ મુનિઓને નમસ્કાર.