________________ 789 મણિરત્નમાળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી મુંબઇ, અસાડ વદ 14, બુધ, 1953 ૐ નમઃ પ્રથમ કાગળ મળ્યો હતો. હાલ એક પતું મળ્યું છે. મણિરત્નમાળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઇ શકશે. શ્રી ડુંગર તથા લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશો કે પ્રસંગોપાત્ત કંઇ જ્ઞાનવાર્તા પ્રશ્નાદિ લખશો અથવા લખાવશો. - સાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે.