________________ 788 અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની મુંબઇ, અસાડ વદ 11, રવિ, 1953 પરમ સંયમી પુરુષોને નમસ્કાર અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષોના ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.