________________ 787 શ્રી સોભાગના દેહમુક્ત સમયની દશા વિષેનું પત્ર લખ્યું મુંબઇ, અસાડ વદ 1, ગુરુવાર, 1953 શ્રી સોભાગના દેહમુક્ત સમયની દશા વિષેનું પત્ર લખ્યું તે પણ અત્રે મળ્યું છે. કર્મગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું તે પણ અત્રે મળ્યું છે. આર્ય સોભાગની બાહ્યાભ્યતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. શ્રી નવલચંદે દર્શાવેલાં પ્રશ્નનો વિચાર આગળ પર કર્તવ્ય છે જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય.