________________ 786 સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિગણ આતમરામી મુંબઇ, અસાડ વદ 1, ગુરુ, 1953 ‘સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિઃકામી રે. આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રતથી અસંગતા ઉલ્લસે તે શ્રતનો પરિચય કર્તવ્ય છે.