________________ 785 શ્રી પુરીભાઈએ “અગુરુલઘુ’ વિષે પ્રશ્ન લખાવ્યું મુંબઈ, અસાડ વદ 1, ગુરુ, 1953 શ્રી ધુરીભાઈએ ‘અગુરુલઘુ' વિષે પ્રશ્ન લખાવ્યું તે પ્રત્યક્ષ સમાગમે સમજવું વિશેષ સુગમ છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં, ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. કોઇ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસંત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેના નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની યોગ્ય વચને તેનો નિષેધ ક્વચિત કરતા હોય તો વ્યામોહ નહીં પામતાં તેનો સહેતુ સમજી યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે.