SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 781 કીચસૌ કનક જાકે મુંબઇ, જેઠ વદ 6, રવિ, 1953 પરમપુરુષદશાવર્ણન ‘કીચસૌ કનક જાકૅ, નીચ સૌ નરસપદ, મીચસી મિતાઇ, ગરુવાઇ જાૐ ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માનૈ, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.. જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદિને નીચપદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવો તેને મરણ સમાન છે. મોટાઇને લીપવાની ગાર જેવી જાણે છે. કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. કોઇને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. ત્રંબક, મણિ વગેરે મુમુક્ષને તો સત્સમાગમ વિષેની રુચિ અંતર ઇચ્છાથી કંઇક આ અવસરના સમાગમમાં થઇ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તોપણ આશ્ચર્ય નથી.
SR No.330907
Book TitleVachanamrut 0781
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy