________________ 778 કેવળ નિરાશા પામવાથી જીવને ઇડર, વૈશાખ વદ 12, શુક્ર 1953 બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્વત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઇ તરફ જવા માટે બેસવાનું થશે. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઇ ઊતરવું થશે. કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઇ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થપાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઇ પણ જાળવી લઇને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસમાં રહેવું એ જ કર્તવ્ય છે.