________________ 777 તથારૂપ (યથાર્થ) આપ્ત ઇડર,વૈશાખ વદ 12, શુક્ર, 1953 તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઇ એક પુણ્ય હેતુ જોઇએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઇએ છે, અને તેની આજ્ઞાતિએ પ્રવર્તવામાં મહત મહત પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તોપણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે.