________________ 776 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ સાયલા, વૈશાખ સુદ 15, 1953 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ એ કર્મબંધનાં પાંચ કારણ છે. કોઇ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયમાં પ્રમાદને અંતર્ભત કર્યો હોય છે. પ્રદેશબંધ શબ્દનો અર્થ શાસ્ત્રપરિભાષાએ:- પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઇ શકે, તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે, અર્થાત અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતતાનું સઘનપણું સમજવું. કંઇ પણ નહીં મુઝાતાં આશ્ચંત કર્મગ્રંથ વાંચવો, વિચારવો.