________________ 769 ત્રણ પ્રકારનાં સમકિતમાંથી ગમે તે વવાણિયા, ચૈત્ર સુદ 4, 1953 ત્રણે પ્રકારનાં સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે તો પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જો તે સમકિત આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપુગલ પરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ થઈને મોક્ષ થાય. તીર્થકરના નિર્ગથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જો વસ્યું ન હોય તો વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી, જીવઅજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે.