________________ સંકડાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ પુરુષની દ્રષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્યદ્રષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણો ઘણો વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતાં આ દ્રષ્ટિ સ્મરણમાં આણવાનો લક્ષ રાખવા યોગ્ય છે. શ્રી દેવકીર્ણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે.