________________ 763 સર્વશે કહેલું ગુરૂઉપેદશથી આત્માનું સ્વરૂપ જાણીને સં. 1953 સર્વ કહેલું ગુરૂઉપેદશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો ! બાર પ્રકારના, નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને થાય તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી : સ્વકાલપ્રાપ્ત, અને તપથી, એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય. તે નિર્જરાનો ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાનો છે એવા જીવ કરતાં અસંયત સમ્યકુદ્રષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરા, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી [અપૂર્ણ