________________ 760 જીવલક્ષણ ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત છે, પરિણામી છે, અમૂર્ત છે, અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, જીવલક્ષણ સ્વાભાવિક દ્રવ્ય છે; કર્તા છે, ભોક્તા છે, અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે, મોક્ષ થાય છે, મોક્ષમાં સ્વપરિણામી છે. સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ઉત્તરોત્તર બંધનાં સ્થાનક છે. સંસારી જીવ સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. સિદ્ધાત્મા માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. વિભાવ પરિણામ ‘ભાવકર્મ’ છે. પુદગલસંબંધ ‘દ્રવ્યકર્મ’ છે. [અપૂર્ણ