________________ 758 દ્રવ્ય એટલે વસ્તુ, તત્ત્વ, પદાર્થ સં. 1953 દ્રવ્યપ્રકાશ દ્રવ્ય એટલે વસ્તુ, તત્વ, પદાર્થ. આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કહ્યા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવનો પરસ્પરનો સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજાવા માટે તેના વિશેષ પર્યાયરૂપે પાપપુણ્યાદિ બીજાં સાત તત્વોનું નિરૂપણ કર્યું છે. જે સાત તત્ત્વો જીવ અને અજીવ એ બે તત્વોમાં સમાય છે. ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે. પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષમાર્ગ પ્રતિબોધે છે તેવાં છ દર્શનો છે :- (1) બૌદ્ધ, (2) ન્યાય, (3) સાંખ્ય, (4) જૈન, (5) મીમાંસક, અને (6) વૈશેષિક. વૈશેષિક ન્યાયમાં અંતર્ભત કર્યું હોય તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છછું ગણાય છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, ઉત્તરમીમાંસા અને પૂર્વમીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યાં છે, તે કરતાં ઉપર દર્શાવેલાં દર્શનો જુદી પદ્ધતિએ ગણ્યાં છે તેનું શું કારણ? એમ પ્રશ્ન થાય તો તેનું સમાધાન એ છે કે : વેદ પરિભાષામાં દર્શાવેલાં દર્શનો વેદને માન્ય રાખે છે તે દ્રષ્ટિથી ગયાં છે; અને ઉપર જણાવેલ ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણ્યાં છે, જેથી આ જ ક્રમ યોગ્ય છે. દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભક્ત એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રાંતર નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો ઐક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બન્ને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. [અપૂર્ણ. 1 જુઓ આંક 766 ‘પંચાસ્તિકાય’ 46, 48, 49 અને 50.