________________ 756 જૈનમાર્ગ વિવેક જૈનમાર્ગ વિવેક પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈનમાર્ગને જામ્યો છે, તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું - તે જૈનમાર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે :- જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકોચવિકાસનું ભાજન છે. અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આસ્થાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજરઅમર, શાશ્વત વસ્તુ છે. [અપૂર્ણ),