________________ 751 આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની વવાણિયા, ફાગણ વદ 11, રવિ, 1953 ૐ સર્વત્તાય નમઃ ‘આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે : (1) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છેદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (2) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (3) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજુ સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત બારમાં ક્ષીણમોહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્ય ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સસ્પષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.