________________ 747 કર્મ અનંત પ્રકારનાં વવાણિયા, ફાગણ સુદ 2, શુક્ર, 1953 સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકરણજી વીશ દોહા “દીનતા”ના મુખપાઠ કરવા ઇચ્છે છે, તેથી આજ્ઞાનો અતિક્રમ નથી. અર્થાત તે દોહા મુખપાઠ કરવા યોગ્ય છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, ઉપાય અચૂક આમ. શ્રી ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'