________________ 744 તે માટે ઊભા કરજોડી વવાણિયા, માહ વદિ 12, શનિ, 1953 ‘તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.’ - મુનિશ્રી આનંદઘનજી ‘કર્મગ્રંથ’ નામે શાસ્ત્ર છે, તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો. બેથી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે.