________________ 743 સકળ સંસારી ઇંદ્રિયરામી મોરબી, માહ વદ 4, રવિ, 1953 ‘સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.’ - મુનિશ્રી આનંદઘનજી ત્રણે પત્રો મળ્યાં હતાં. હાલ પંદરેક દિવસ થયાં અત્રે સ્થિતિ છે. હજી અત્રે થોડાક દિવસ થવાનો સંભવ છે. પત્રાકાંક્ષા અને દર્શનાકાંક્ષા જાણી છે. પત્રાદિ લખવામાં હાલ બહુ જ ઓછી પ્રવૃત્તિ થઈ શકે છે. સમાગમને વિષે હમણાં કંઈ પણ ઉત્તર લખાવો અશક્ય છે. શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી “આત્મસિદ્ધિ શાસ્ત્ર”ને વિશેષ કરી મનન કરશો. બીજા મુનિઓને પણ પ્રશ્નવ્યાકરણાદિ સૂત્ર સપુરુષના લક્ષે સંભળાવાય તો સંભળાવશો. શ્રી સહજાન્મસ્વરૂપે યથાવ