________________ 741 ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. મોરબી, માહ સુદ 10, શુક્ર, 1953 સર્વજ્ઞાય નમઃ અત્રે થોડાક દિવસ પર્યત સ્થિતિ થવી સંભવે છે. ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશો. તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય. કેમકે અવસ્થા ફેર. પણ એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. પરમાર્થદ્રષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુને યથાવ આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે.