________________ 739 મુનિજી પ્રત્યે મોરબી, માહ સુદ 9, બુધ, 1953 મુનિજી પ્રત્યે, વવાણિયે પત્ર મળ્યું હતું. અત્રે શુક્રવારે આવવું થયું છે. થોડા દિવસ અત્રે સ્થિતિ સંભવે છે. નડિયાદથી અનુક્રમે કયા ક્ષેત્ર પ્રત્યે વિહાર થવો સંભવે છે, તથા શ્રી દેવકીર્ણાદિ મુનિ ક્યાં એકત્ર થવાનો સંભવ છે, તે જણાવવાનું બને તો જણાવવા કૃપા કરશોજી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને કહ્યું છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. હાલ કયાં શાસ્ત્ર વિચારવાનો યોગ વર્તે છે, તે જણાવવાનું બને તો જણાવવાની કૃપા કરશોજી. શ્રી દેવકીર્ણાદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.