________________ 737 આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો વવાણિયા, પોષ વદિ 4, શુક્ર, 1953 આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી; પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહનો પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરુષોએ ત્યાગમાર્ગ ઉપદેયો છે, તે મુમુક્ષ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે.