________________ 733 વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે ભાવનાબોધ' વવાણિયા, માગશર વદ 11, બુધ, 1953 વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે ‘ભાવનાબોધ’, ‘યોગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણો’, ‘પંચીકરણ’, એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થનાં કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ.