________________ 732 આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે વવાણિયા, માગશર વદ 11, બુધ, 1953 શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્પરુષનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે.