________________ 727 આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ વવાણિયા, માગશર સુદ 1, શનિ, 1953 ૐ સર્વત્તાય નમઃ આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી, તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.