________________ 722 માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા વવાણિયા, કા. સુદ 10, શનિ, 1953 માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલોક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હોવાથી ગયા સોમવારે અત્રેથી આજ્ઞા થવાથી નડિયાદથી ભોમવારે રવાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે. શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' વિશેષ વિચારવા યોગ્ય છે. શ્રી અચળ વગેરેને યથા)