________________ Errorl Reference source not found. Error! Reference source not found. 721 શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ નડિયાદ, આસો વદ 0)), 1952 શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. શ્રી સોભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ કોઈ અધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે. “આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતિ.