________________ 718 આત્મ-સિદ્ધિ નડિયાદ, આસો વદ 1, ગુરૂ, 1952 આત્મ-સિદ્ધિ.' જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરૂ ભગવંત. 1 જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જણે છેવું એવા શ્રી સદગુરૂ ભગવાનને નમસ્કાર કરું છું.1 વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; Pવિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. 2 આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે, જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગરૂશિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. 2 કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. 3 કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. 3 બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. 4 1 આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' ની 142 ગાથી ‘આત્મસિદ્ધિ' તરીકે સં. 1952 ના આસો વદ 1 ગુરૂવારે નડિયાદમાં શ્રીમન્ની સ્થિરતા હતી ત્યારે રચી હતી. આ ગાથાઓના ટૂંકા અર્થ ખંભાતના એક પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલ લાલચંદે કરેલ છે, જે શ્રીમની દ્રષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, (જુઓ આંક 730 નો પત્ર). આ ઉપરાંત “શ્રીમદ્ રાજચંદ્ર' ની પહેલી અને બીજી આવૃત્તિમાંના આંક 442, 444, 445, 446, 447, 448, 449, 450, 451 ના પત્રો શ્રીમદે પોતે આત્મસિદ્ધિના વિવેચનરૂપે લખેલ છે, જે આત્મસિદ્ધિ રચી તેને બીજે દિવસે એટલે આસો વદ 2, 1952 ના લખાયેલા છે. આ વિવેચને જે જે ગાથા અંગેનું છે તે તે ગાથા નીચે આપેલ છે. 2 પાઠાંતર : ગુરૂ શિષ્ય સંવાદથી, કહીએ તે અગોપ્ય.