________________ જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ ‘નિત્ય’ છે. 66 કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં, અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (66) ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. 67 ક્રોધાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. 67 સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે, એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યુનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના યોગથી તે તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપો કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે છે; વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દ્રષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય ? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્ય-રેત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્ય-રેતના ગુણો નથી, જેથી તેના જૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતનો ગુણ નહીં, પણ ચેતનનો તે ગુણને આશ્રય છે, અને તે ન્યૂનાધિકપણે તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વપ્રયોગ તથાપ્રકારે હોય, તો તે સંસ્કાર વર્તે, જેથી આ દેહાદિ પ્રથમના