________________ 712 મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે આણંદ, ભા. વદ 12, રવિ, 1952 કાગળ મળ્યો છે. “મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ’ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જ કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે.