________________ ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમક્ષ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે. અને આજીવિકામાં ત્રટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તણાનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે. 3. ઘણું કરીને સપુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સપુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. 4. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મમક્ષએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી. 5. ‘યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.