SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 691 વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં મુંબઈ, બીજા જેઠ વદિ 6, ગુરૂ, 1952 વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે (આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જો કંઈ લખવા ઇચ્છા થાય તો લખશો. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, લાયક સમકિત અને પુલાક લબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેનો તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો.
SR No.330813
Book TitleVachanamrut 0691
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy