________________ 688 પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી મુંબઈ, વૈશાખ સુદ 6, રવિ, 1952 પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાતર થયેલ નથી, તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.