________________ 685 શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે મુંબઈ, ચૈત્ર વદ 14, રવિ, 1952 કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો. સમ્યકદર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે.