________________ 683 વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને મુંબઈ, ચૈત્ર વદ 7, રવિ, 1952 બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેયાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે.