________________ 682 બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ મુંબઈ, ચૈત્ર વદ 1, સોમ, 1952 બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ પ્રત્યે દ્રષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે, છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે.