________________ 676 આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા મુંબઈ, ફાગણ વદ 9, રવિ, 1952 આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથાયોગ્ય.