________________ 673 યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને મુંબઈ, ફા. સુદ 10, રવિ, 1952 ૐ શ્રી સદ્ગુરૂપ્રસાદ શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી. યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદુ આગ્રહનો તથા કેવળ વેષ વ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.