________________ 669 અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ મુંબઈ, માહ વદ 11, રવિ, 1952 અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર.