________________ 668 અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને મુંબઈ, માહ સુદ 4, રવિ, 1952 પત્ર મળ્યું છે. અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી. હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી.