________________ 667 મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને મુંબઈ, પોષ વદ 12, રવિ, 1952 મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે સત્પરુષોએ ભકિતમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.