________________ 661 આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે મુંબઈ, પોષ સુદ 8, ભોમ, 1952 આજે પત્ર એક મળ્યું છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ ‘શાસ્ત્રીય અભિનિવેશ’ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ ‘અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ’ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી સાસ્ત્ર વિચારાય તો તે ‘શાસ્ત્રીય અભિનિવેશ' ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.