________________ 659 સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે મુંબઈ, પોષ સુદ 6, રવિ, 1952 સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છેઃ ‘અંતરસંબંધીય’, અને ‘બાહ્યસંબંધીય’. અંતરસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાનીપુરુષોએ પણ કરી છે.