________________ 658 ત્રણે પત્રો મળ્યાં છે. મુંબઈ, પોષ સુદ 6, રવિ, 1952 ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો. બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ ' મિથ્યાત્વ'નો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : ‘લૌકિક’ અને ‘શાસ્ત્રીય’. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેયું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.