________________ 657 શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ મુંબઈ, માગશર સુદ 10, ભોમ, 1952 શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેયો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદગુરૂ, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. એ જ વિનંતિ.